Connect Gujarat
ભરૂચ

ભરૂચ:રસ્તાઓ પર કચરો નાખનારાઓ દંડાશે,નગરપાલિકાએ બનાવ્યો એક્શન પ્લાન

દિવાળી બાદ ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહયાં છે ત્યારે આગામી દિવસોમાં શહેરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે

X

ભરૂચમાં દિવાળી બાદ ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહયાં છે ત્યારે આગામી દિવસોમાં શહેરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે જેમાં કચરાપેટી સિવાય લોકો ગમે ત્યાં કચરો નાખે છે તેવા સ્થળોને શોધી ત્યાં દેખરેખ રખાશે અને કચરો નાખનારાઓને ઝડપી તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાનું આયોજન કરાયું છે.

ભરૂચમાં સીટી સર્વે રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, જે.બી.મોદી પાર્ક, કસક સહિતના અનેક વિસ્તારોમાં તમને રસ્તાની સાઇડ પર કચરાના ઢગલાઓ જોવા મળી જશે. શહેરના તમામ વોર્ડમાં કચરાપેટીઓ મુકવામાં આવી હોવા છતાં કેટલાય બેજવાબદાર નાગરિકો કચરો કચરાપેટીમાં નાખવાના બદલે વાહનો પર આવી રોડની સાઇડમાં નાખીને જતાં રહે છે અને રોડની સાઇડ પર જ ડમ્પિંગ સાઇટ બનાવી દેતાં હોય છે. શહેરમાં મોટાભાગના સ્થળોએ આવી ડમ્પિંગ સાઇટો ઉભી થઇ ચુકી છે જેના કારણે શહેરમાં ઠેર ઠેર કચરોના ઢગલા જોવા મળે છે.આ પ્રવૃતિને રોકવા માટે પાલિકાનું સેનેટરી વિભાગ હવે આવા સ્થાનોને શોધી ત્યાં દેખરેખ માટે કર્મચારીઓ રાખી અને કોઇ કચરો નાખતા પકડાશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર છે.

Next Story