Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રક પલટી મારી જતાં લાગી ભીષણ આગ, ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ

નેશનલ હાઇવે નંબર 48 ઉપર સુરતથી વડોદરા તરફ જતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

X

નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રક પલટી મારી જતાં તેમાં આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી જઈ ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરની ઝાડેશ્વર ચોકડી નજીલ નેશનલ હાઇવે નંબર 48 ઉપર સુરતથી વડોદરા તરફ જતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે રેલિંગ સાથે ભટકાઈને પલટી મારી જતાં ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહોંચી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી, ત્યારે ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ ટ્રકમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી. જોકે, ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story