/connect-gujarat/media/post_banners/599854ea16c35b6b21b72500a6589a370b466158cf8827d754733dd8e04caa82.jpg)
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર GEBના વીજ થાંભલા સાથે ટ્રક ભટકાતાં જીવતા વીજ વાયર રોડ પર પડ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ દેસાઈજી કોમ્પ્લેક્સ નજીક ગુજરાત વિદ્યુત બોર્ડના વીજ થાંભલા સાથે એક ટ્રક ધડાકભર ભટકાઈ હતી.
ટ્રક ભટકાતાં જ વીજ થાંભલે રહેલા જીવતા વીજ વાયર રોડ પર પડ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. તો આ જીવતા વીજ વાયર નજીકમાં રહેલા એક દુકાનદાર પર પડતા સદનસીબે આબાદ બચાવ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવના પગલે ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારી સહિતના કર્મીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં GEBના કર્મીઓએ તૂટી પડેલા વીજ વાયરોનું સમારકામ હાથ ધર્યું હતું.