કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ સાથે આજરોજ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચમાં ચક્કાજામનો પ્રયાસ કરનાર પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી
કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાનો છેલ્લા 6 માસથી ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે જે અંતર્ગત આજરોજ ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના સમર્થનમાં ભરૂચમાં પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના એ.બી.સી. સર્કલ નજીક વિરોધ પ્રદર્શન માટે ખેડૂત આગેવાનો તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો એકઠા થયા હતા અને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી કૃષિ કાયદા પરત લેવાની માંગ કરી હતી. આ બાદ ચક્કાજામનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં ખેડૂત આગેવાન મહેંદ્રસિંહ કરમરિયા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા