Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા પોલીસે દારૂના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી, રૂ. 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...

વિદેશી દારૂની નાની મોટી 264 નંગ બોટલ જેની કિંમત 57,600 તથા કારની કિંમત રૂપિયા 75,000 તથા રૂ. 10 હજારની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ 1,42,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા પોલીસે દારૂના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી, રૂ. 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસે વડીયા તળાવ નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ફોન અને કાર મળી રૂ. 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસને દેશી તથા વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા ઉપરી અધિકારીઓ દ્વારા સૂચના તથા તેમના માર્ગદર્શન હેઠળ દેશી વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા મળેલી સૂચનાના આધારે ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી..

કે, 2 ઈસમો કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી નર્મદા જિલ્લાના નાવડા ગામ તરફથી ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ તરફ આવનાર હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી, ત્યારે વડીયા તળાવથી શ્રી માધવ સેતુ બ્રિજ તરફ જતા વળાંક પાસે બાતમીવાળી કાર આવતા તેને ઉભી રખાવી હતી, જ્યાં કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 264 નંગ બોટલ જેની કિંમત 57,600 તથા કારની કિંમત રૂપિયા 75,000 તથા રૂ. 10 હજારની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ 1,42,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ દારૂની ખેપ મારનાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામે રહેતા 2 ઇસમોની ધરપકડ, જ્યારે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story