ભરૂચ: લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે નેત્રંગમાં તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

લોકસભા ભરૂચની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે

ભરૂચ: લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે નેત્રંગમાં તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
New Update

લોકસભા ભરૂચની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે. આજરોજ મદદનીશ ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ઝઘડીયા, જિલ્લા શિક્ષણાધિકારી તથા મામલતદાર નેત્રંગ અને પોલીસ સબ ઈન્પેક્ટરની ઉપસ્થિતિમાં નેત્રંગ સરકારી કોલેજથી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નેત્રંગ સરકારી કોલેજથી મતદાર જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું. મદદનીશ ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ઝઘડીયા અને જિલ્લા શિક્ષણાધિકારી દ્નારા ફ્લેગ ઓફ કરી દોડ શરૂ કરાવી હતી. પાંચ કિલોમીટરની દોડ દરમિયાન નેત્રંગના જુદા - જુદા વિસ્તારોમાં ફરી અને વધુ મતદાન થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. મતદાન શપથ સહિત મતદારોને મતદાન વિષયક સમજ આપવા આપવામાં આવી હતી.

#Bharuch #Gujarat #CGNews #organized #Lok Sabha elections #Voting #Netrang #programs #create awareness
Here are a few more articles:
Read the Next Article