/connect-gujarat/media/post_banners/f4cc9332922d6559017e0f86b4f35093815b0dfa91bbca55531db447a1a9c02e.jpg)
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક્ષપ્રેસ વે , ભાડભૂત બેરેજ અને બુલેટટ્રેન યોજનામાં સંપાદન થતી જમીનના વળતરના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું હેમા કલેક્ટરને આવેદનપત્ર દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેકટ સમા બુલેટટ્રેન , ભાડભૂત બેરેજ અને એકસપ્રેસ - વે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા અંકલેશ્વર , ભરૂચ અને આમોદમાંથી પસાર થાય છે.જેમાં સંપાદિત થયેલ જમીનના વળતરના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી અસરગ્રસ્ત ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી તેથી વધુ એકવાર આ મુદ્દે ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અન્ય જિલ્લાની સરખામણીએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં નહીં આવે તો આંદોલન કરવામાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.