Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આવતીકાલે પાંચ વિધાનસભા બેઠક પર યોજાશે મતદાન પ્રક્રિયા, વહીવટી તંત્ર સજ્જ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે

વિધાનસભાની ચૂંટણીઓ માટે અંકલેશ્વર ખાતે ઈ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી. અને તમામ મતદાન મથકો ઉપર અધિકારીઓની ફાળવણી કરી દેવામાં આવી હતી

આવતી કાલે વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૮૯ બેઠકોની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આજરોજ ભરૂચની કે.જે.પોલીટેકનિક કોલેજ અને અંકલેશ્વરની જિનવાલા હાઇસુકલ ખાતેથી ઈ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી હતી. ભરૂચ કલેક્ટ તુષાર સુમેરા દ્વારા આ સમગ્ર કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું તો અંકલેશ્વરના પ્રાંત અધિકારી નૈતીકા પટેલના અધ્યક્ષ સ્થાને તમામને કામગીરી સોંપવામાં આવી હતી. અંકલેશ્વર-હાંસોટ બેઠક માટે ઈ.વી.એમ. મશીન ફાળવવામાં આવ્યા હતા.આ ઈ.વી.એમ. મશીનની ફાળવણી દરમિયાન જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે નિરીક્ષણ કર્યું હતું.અને શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ મતદાન મથક ખાતે પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે.

Next Story