Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અંભેર-ગોલાદરા માર્ગ પરથી 3 જુગારીઓની વાગરા પોલીસે કરી અટકાયત, અન્ય 2 શખ્સો વોન્ટેડ

જુગાર રમતા 3 જુગારીઓને રૂ. 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 2 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

ભરૂચ : અંભેર-ગોલાદરા માર્ગ પરથી 3 જુગારીઓની વાગરા પોલીસે કરી અટકાયત, અન્ય 2 શખ્સો વોન્ટેડ
X

ભરૂચ જિલ્લાના વાગરા પોલીસે અંભેર-ગોલાદરા ગામના રસ્તા પરથી જુગાર રમતા 3 જુગારીઓને રૂ. 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 2 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી અનુસાર, ભરૂચના વાગરા પોલીસ મથકના પી.એસ.આઈ.એ જુગાર રમતા જુગારીઓ વિરુદ્ધ કાયદાની ધોશ વધારતા જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

વાગરા પંથકમાં જુગાર રમતા ખેલીઓને ઝબ્બે કરવા એ.કે.જાડેજા પો.સબ.ઇન્સ વાગરા પોલીસ મથકના માર્ગદર્શન મુજબ શકુનીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, વાગરા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે અંભેર ગામથી ગૌલાદરા ગામ તરફ જવાના રોડ પર આવેલ નાળા પાસે ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા 3 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેઓની અંગ ઝડતીના તથા દાવ ઉપરના મળી કુલ રોકડા રૂ. ૨૫,૮૭૦/-નો મુદ્દામાલ જપ્ત કરી 3 જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે અજાણ્યા 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

Next Story