ભરુચ : શહેરમાં રસ્તા પર ચાલતા જતાં પહેલા જોઈ લો આ વિડિયો, નહિતર તમારે પણ ગટરમાં ડૂબકી લગાવવાનો આવશે વારો ..

ભરૂચના ગાંધી બજાર ચાર રસ્તા વિસ્તારમાં રોડ પર ચાલતું જતું બાળક ગટરના ચેમ્બરમાં ખાબકતાં સ્થાનિક દુકાનદારોની નજર પડતા તાત્કાલિક બાળકને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યું હતું.

ભરુચ : શહેરમાં રસ્તા પર ચાલતા જતાં પહેલા જોઈ લો આ વિડિયો, નહિતર તમારે પણ ગટરમાં ડૂબકી લગાવવાનો આવશે વારો ..
New Update

ભરૂચના ગાંધી બજાર ચાર રસ્તા વિસ્તારમાં રોડ પર ચાલતું જતું બાળક ગટરના ચેમ્બરમાં ખાબકતાં સ્થાનિક દુકાનદારોની નજર પડતા તાત્કાલિક બાળકને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યું હતું.

ભરૂચ નગરપાલિકાની બેદરકારી કોઈક દિવસ કોઈનો જીવ લઈને રહેશે. ગાંધી બજાર, ચાર રસ્તા વિસ્તારમાં ચાલીને જતું બાળક ગટરના ચેમ્બરમાં ખાબકતાં સ્થાનિક દુકાનદારોની નજર પડતા તાત્કાલિક બાળકને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યું હતું. જોકે સદનસીબે બાળક જ્યારે ગટરમાં પડ્યો ત્યારે સ્થાનિક દુકાનદાર ત્યાં હાજર હોવાથી તુરંતજ બાળકને બહાર કાઢી લેવામાં આવતા બાળકનો જીવ બચી ગયો હતો આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે એક વર્ષ પહેલા બનેલ ગટરની અધુરી કામગીરીના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સ્થાનિક દુકાનદારો દ્વારા એક વર્ષથી નગરપાલિકા તંત્ર તેમજ કોન્ટ્રાકટરને ચેમ્બરનું ઢાંકણ નાખવા અને વીજ પોલ હટાવવા વારંવાર રજૂઆત કરવામાં આવે છે. દુકાનદારો દ્વારા 1 મહિના પેહલા પણ લેખિતમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવ્યો. સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે અમે ટેક્સ પૂરેપૂરો ભરીએ છીએ પણ અમને નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અમને પૂરેપૂરી મળતી નથી.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #fell #road #Open #drain #Girl #Drainage Line #dip
Here are a few more articles:
Read the Next Article