Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરના કલક અને ડોલીયા ગામ પાસે 8.89 કરોડના ખર્ચે નિર્માણ પામશે વે બ્રિજ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કલક ગામ અને ડોલીયા ગામ પાસે 8.89 કરોડના ખર્ચે બે બ્રિજ તૈયાર થનાર છે

X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કલક ગામ અને ડોલીયા ગામ પાસે 8.89 કરોડના ખર્ચે બે બ્રિજ તૈયાર થનાર છે જેનું આજરોજ ધારાસભ્ય સંજય સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કલક ગામ પાસે માઇનોર બ્રિજ બનવા જય રહ્યો છે સાથે જ ડોલીયા ગામ પાસે મોટો બ્રિજ તૈયાર થવા જઈ રહ્યો છે. જંબુસરથી દેવાલાને જોડતા માર્ગ પર આવેલા બ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયા હતા જેના કારણે અકસ્માતની ભીતિ સેવાઇ રહી હતી જેના પગલે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી અને સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બન્ને બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે. રૂપિયા 8.89 કરોડના ખર્ચે તૈયાર થનાર બંને બ્રિજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સંજય સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું કામ 12 મહિનામાં પૂર્ણ થશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ, પ્રભુદાસ મકવાણા સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story