ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો,જુઓ કેવો કર્યો હતો સ્ટંટ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોખમી સ્ટંટ કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો,જુઓ કેવો કર્યો હતો સ્ટંટ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોખમી સ્ટંટ કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર કેટીએમ બાઈક પર એક યુવાન સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો જેમાં તે તેની બાઈકનું પાછળનું ટાયર હવામાં અધર કરી આગળના ટાયર પર બાઇક ચલાવતો જણાયો હતો.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જે બાબતની તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસે કરતા બાઇક ચલાવનાર યુવાનોનું નામ અરશદ ઉસ્માન હાફેજી સુલેમાન પટેલ અને કરમાડ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતુ.યુવાને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે વિડીયો બનાવ્યો હતો તેમ જ તેણે લોકોનો જીવ પણ જોખમમાં મુકાય તે રીતે વાહન હંકારીઓ હોવાની કબુલાત કરી હતી.આ ઘટના માં પોલીસે આરોપી ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisment