Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝનોર પાસે થયેલ રૂ. 1 કરોડ ઉપરાંતના સોનાની લૂંટનો માસ્ટર માઈન્ડ મુંબઈથી ઝડપાયો...

ગત તા. 23 જૂનના રોજ અમાદાવાદનો સોની સોનાની જણસો લઇ ભરૂચ જીલ્લાના જંબુસર, દહેજ અને જોલવા સહિતના વિસ્તારમાં વેપાર અર્થે આવ્યો હતો.

X

ગત તા. 23 જૂનના રોજ અમાદાવાદનો સોની સોનાની જણસો લઇ ભરૂચ જીલ્લાના જંબુસર, દહેજ અને જોલવા સહિતના વિસ્તારમાં વેપાર અર્થે આવ્યો હતો. આ દરમ્યાન અજાણ્યા ધાડપાડુઓએ 2 અલગ અલગ કારમાં આવી સોનીનો પીછો કરી, ભરૂચ તાલુકાના ઝનોર પાસેના સામલોદ પાસે સોનીની કારને આંતરી લીધી હતી, જ્યાં સોનીને ચાકુ અને બંદુક જેવુ હથીયાર બતાવી આશરે 2 કીલોગ્રામ સોનાની જણસો જેની કિંમત રૂપિયા અંદાજે 1.25 કરોડ જેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી કરતા એક કાર અને 3 આરોપીઓ વડોદરા ગ્રામ્ય જીલ્લાના શિનોરની સેગવા ચોકડી ખાતેથી ઝડપાયા હતા, જ્યારે વધુ 2 આરોપીઓ બીજા દિવસે વહેલી સવારે અમદાવાદ શહેર ક્રાઇમ બાંચના હાથે સંપુર્ણ મુદ્દામાલ સાથે ઝડપાય ગયા હતા.

આ ગુનાની તપાસ દરમ્યાન ઉપયોગ થયેલ હથિયારને ભરૂચ સર્કલ પી.આઇ. કે.વી.બારીયાએ રીકવર કર્યો હતો. આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી નીરવ ઉર્ફે રવિ શાહ કે, જે અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખંડણી અને ખૂનના ગુનામાં સજામાં હોય, જ્યાંથી તે વચગાળાના જામીન મેળવી ફરાર થઇ જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુનામાં માસ્ટર માઇન્ડ આરોપીને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટે આ ગુનાના મુખ્ય સુત્રધારને ઝડપી પાડવા એક ટીમ બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી વર્ક આઉટ શરૂ કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમ્યાન બાતમી મળી હતી કે, આ ગુનામાં પકડવાનો બાકી આરોપી નીરવ ઉર્ફે રવિ શાહ મુંબઇ નજીક વસઇ ખાતે છે. જેથી એલસીબી પી.એસ.આઇ. પી.એમ.વાળા તથા તેમની ટીમને તાત્કાલિક તપાસમાં મુંબઈ મોકલી આપતા ગુનામાં વોન્ટેડ આરોપી મુંબઇ-પુના રોડ ઉપર આવેલ ફાઉન્ટેન હોટલના કંપાઉન્ડમાંથી ઝડપાયો હતો. જેની પુછપરછ તે આર્થિક સંકળામણમાં આવી જતાં, આ સોની વેપારીને લૂંટી લેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં તેને પાંચ લાખ રૂપિયા મનોજને આપવાનું જણાવી, નાશીકથી 4 શખ્સો તૈયાર કરીને 3 લાખ રૂપિયા દેવને આપવાનું નક્કી કરી અમદાવાદથી શખ્સો તૈયાર કરાવી આ ગુનાને અંજામ આપ્યો હોવાની હકિકત જણાવી હતી. વધુમાં આરોપીએ જણાવ્યુ હતું કે, લૂંટમાં સફળ નહી જતાં, હવે ચેન્નઇ ખાતે શખ્સો તૈયાર કરી લૂંટનો પ્લાન બનાવતા હતા. જોકે તે પૂર્વે જ ભરૂચ એલસીબી પોલીસના હાથે ઝડપાઈ જતાં તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story