ભરૂચ જિલ્લામાંથી તડીપાર થયેલ બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, પ્રોહિબિશનના 15 ગુનામાં છે સંડોવણી

ભરૂચ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે જિલ્લામાંથી તડીપાર થયેલ એક કુખ્યાત બુટલેગર પોતાના ઘરે જ આવ્યો છે

New Update
ભરૂચ જિલ્લામાંથી તડીપાર થયેલ બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, પ્રોહિબિશનના 15 ગુનામાં છે સંડોવણી

ભરૂચ જીલ્લામાં દારૂ અને જુગારની બદીને અટકાવવા માટે પોલીસ દ્વારા સ્પેશલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે લિસ્ટેડ બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ભરૂચ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે જિલ્લામાંથી તડીપાર થયેલ એક કુખ્યાત બુટલેગર પોતાના ઘરે જ આવ્યો છે જેના આધારે દરોડા પાડી તેને ઝડપી લેવામાં આવ્યો હતો

Advertisment W3.CSS

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર પંકજ ગોહિલ વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુના નોંધાતા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો આમ છતા તે ગેરકાયદેસર રીતે તેના ઘરે આવ્યો હોવાની બાતમી ભરૂચ ક્રાઇમ બ્રાંચને મળી હતી જેના આધારે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે ઝડપી પાડેલ આરોપી સામે કુલ 15 ગુના નોંધાયા છે જેમાં દહેજ પોલીસ મથકના ૫, ભરૂચ તાલુકા પોલીસ મથકના 4,બી ડિવિઝન પોલીસ મથકના 2, સી ડિવિઝન પોલીસ મથકના 2, પાલેજ પોલીસ મથકના 1 અને દહેજ મરીન પોલીસ મથકના 1 ગુનાનો સમાવેશ થાય છે.