Connect Gujarat
ભરૂચ

“પ્રવેશ નિષેધ” : ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારદાર વાહનો માટે વધુ 3 માસ પ્રતિબંધ...

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોટા અને ભારદાર વાહનોના કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે.

X

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોટા અને ભારદાર વાહનોના કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 3 માસ માટે તમામ પ્રકારના ભારે-અતિભારે વાહનો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે.

ગુજરાત સરકાર દ્વારા ગત તા. 12 જૂન 2021ના રોજ ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદા મૈયા બ્રીજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. નર્મદા મૈયા બ્રીજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું. પરંતુ ઘણા સમયથી રાત્રીના સમયે ખાનગી મોટા વાહનો જેવાં કે, ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના-મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થયો છે. જેના સામાન્ય નાગરીકો દ્વારા વિડીયો તથા ફોટા સોશિયલ મીડિયા પર મુકી તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો, ત્યારે ભારે વાહનોના કારણે આ બ્રિજ પર અકસ્માત થવાની સંભાવના વધુ રહે છે. તો બીજી તરફ, એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રીજ તથા અંકલેશ્વર તરફથી અવર-જવર કરતાં ભારે વાહનો, મોટા વાહનો જેવા કે, ખાનગી લકઝરી બસ, ટ્રક વિગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રીજ સુધીમાં મોટી હોટલો, કોમ્પલેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલા છે. જેથી ભારેથી અતિભારે વાહનોની અવર-જવરના કારણે જાનહાની થવાની પણ પુરતી સંભાવના રહેલી છે. જેથી નર્મદા મૈયા બ્રીજ પરથી તા. 5 ફેબ્રુઆરીથી 2024થી તા. 4 મે 2024 સુધી એમ 3 મહિના માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયુ છે. આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર લોકો સામે ભારતીય ફોજદારી ધારા કલમ અને પોલીસ અધિનિયમ કલમ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે.

Next Story