Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રેપીડ એક્શન ફોર્સ દ્વારા નેત્રંગ પંથકમાં ફ્લેગમાર્ચ યોજાય

ભરૂચ : રેપીડ એક્શન ફોર્સ દ્વારા નેત્રંગ પંથકમાં ફ્લેગમાર્ચ યોજાય
X

ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ નેત્રંગ પંથકના વિવિધ માર્ગો પર નીકળી હતી.

ભરૂચ જીલ્લાના પોલીસ તંત્રના ચોપડે નેત્રંગ તાલુકાને કોઇપણ ગુનાહિત પ્રવૃતિઓને આસાનીથી અંજામ આપવા માટેનું એપી સેન્ટર માનવમાં આવી રહ્યું છે. જેમાં મારામારી, હત્યાઓ, જીવલેણ અકસ્માત અને દારૂની હેરાફેરી જેવી ઘટનાઓ છાશવારે બનતી હોવાથી પોલીસ તંત્રને પોતાની ફરજ ઉપર ખડેપગે તૈયાર જ રહેવું પડે છે.


જોકે, રેપીડ એક્શન ફોર્સ પોતાના અભ્યાસક્રમ મુજબ સંવેદનશીલ અને અતિસંવેદનસીલ વિસ્તારની મુલાકાત, રમખાણો થયેલ સ્થળ ઉપર તાત્કાલીક પહોચવાના રસ્તા જેવા મુદ્દાઓ સાથે રેપીડ એક્શન ફોર્સના કમાન્ડર રઘુવીરસિંહ અને નેત્રંગ પોલીસ મથકના પીએસઆઇ એન.જી.પાંચાણીએ જવાનો અને પોલીસકર્મીઓ સાથે વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજી હતી. આ ફ્લેગમાર્ચ નેત્રંગ પોલીસ મથકથી નીકળી જીન બજાર, ગાંધી બજાર, જવાહર બજાર અને નેત્રંગ ચારરસ્તા સહિતના વિસ્તારમાં ફરી હતી.

Next Story