ભરૂચ : બુસા સોસાયટીમાં 2 મહિના અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 70 હજારના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા

તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા.

New Update
ભરૂચ : બુસા સોસાયટીમાં 2 મહિના અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 70 હજારના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા

નંદેલાવ વિસ્તારની બુસા સોસાયટીમાં થઈ હતી ચોરી

2 મહિના અગાઉ થયેલ ધરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ વધુ તેજ કરી

એ’ ડિવિઝન પોલીસ દ્વારા 4 શખ્સોની ધરપકડ કરાય

રૂ. 70 હજારથી વધુના મુદ્દામાલ સાથે ચારેય ઝડપાયા

ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં 2 મહિના અગાઉ થયેલ ધરફોડ ચોરીનો ભેદ એ’ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં હોળી-ધૂળેટીના પર્વ સમયે તસ્કરો ત્રાટક્યા હતા. બુસા સોસાયટીના મકાન નંબર B-36માં રહેતા ચૈતાલી પંડ્યાએ ઉપરના માળે આવેલા રૂમને ભાડે આપ્યો હતો.

આ ભાડુઆત હોળીનો તહેવાર હોવાથી પોતાના વતનમાં ગયા હતા. જેથી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા. જોકે, તસ્કરોની કરતૂત સોસાયટીમાં રહેલા CCTV કેમરામાં કેદ થઈ ગઈ હતી.

જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ એ’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરિયાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી CCTV ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી કે, અગાઉ થયેલી ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અલ્કેશ ગણાવા અને તેના મળતીયા માણસો દ્વારા આ ચોરી કરવામાં આવી છે. અને તેઓ ભરૂચ રેલ્વે સ્ટેશન ગોદી રોડ પર હાજર છે.

જેથી પોલીસે તેમને માહિતીવાળા સ્થળ પરથી પકડી પાડ્યા હતા. આરોપીઓને પોલીસ મથકે લાવી પુછતાજ કરતા તેઓ ભાંગી પડ્યા હતા, અને બુસા સોસાયટીમાં તેના ગામના અન્ય 3 વ્યક્તિઓ સાથે મળીને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે આ ગુનામાં અલ્કેશ ગણાવા, પંકજ ડામોર, ગોવિંદ ગણાવા અને વિજય પરમારને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સાથે જ પોલીસે ચારેય શખ્સો પાસેથી સોનનું મંગળસુત્ર, સોનાની વીંટી, સોનાની બુટ્ટી, ચાંદીની પાયલ, ચાંદીના બીછીયા, ચાંદીના સિક્કા, 2 હાથ ઘડીયાળ, એક વાઇફાઇ ડોન્ગલ, 3 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 70 હજારથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

Latest Stories