Connect Gujarat
ભરૂચ

જંબુસર : નર્મદા બાર્ચ કેનાલમાં ભ્રષ્ટાચારનું "ગાબડું", અધિકારીઓ અને કોન્ટ્રાકટરો "માલામાલ"

જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના રીપેરીંગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ભાજપના કિશાન મોરચાના સદસ્ય કમલેશ પટેલે આક્ષેપ કર્યો છે.

X

જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના રીપેરીંગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ભાજપના કિશાન મોરચાના સદસ્ય કમલેશ પટેલે આક્ષેપ કર્યો છે....

નર્મદા કેનાલ અધિકારીઓ તથા કોન્ટ્રાકટરો માટે સોનાના ઇંડા આપતી મરઘી જેવી બની ચુકી છે. રાજયના મોટાભાગના સ્થળોએથી કેનાલના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે. આવી જ એક ફરિયાદ પ્રદેશ ભાજપ કિશાન મોરચાના સદસ્ય કમલેશ પટેલે મુખ્યમંત્રીને કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના દહરી ગામેથી પ્રસાર થતી વડોદરા બાર્ચ કેનાલ 68 થી 115 નર્મદા કેનાલની બંને સાઈડ પર દીવાલ બનાવાની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી હતી. આ કેનાલના રીપેરીંગની કામગીરી માટે એજન્સીએ એકદમ હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કર્યો છે. એજન્સીએ બનાવેલી દિવાલો ત્રિકમના એક જ ઘા થી તુટી ગઇ હતી. સ્થાનિક ખેડુતોએ આ બાબતે કેનાલ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી અને અધિકારીઓ સ્થળ પર આવ્યાં હતાં પણ આજદિન સુધી એજન્સી સામે કોઇ જ કાર્યવાહી થઇ નથી.

Next Story