ભરૂચ : ટૂંકી સફર બાદ શ્રેષ્ઠ મોડલિંગ અને સિંગર તરીકે ઊભરી આવ્યો વસંત મિલની ચાલનો યુવાન...

New Update
ભરૂચ : ટૂંકી સફર બાદ શ્રેષ્ઠ મોડલિંગ અને સિંગર તરીકે ઊભરી આવ્યો વસંત મિલની ચાલનો યુવાન...

ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા વસંત મિલની ચાલના સ્લમ વિસ્તારમાં એક સામાન્ય પરિવારમાંથી આવતા જય સોલંકીએ મોડલિંગની શરૂઆત સૌપ્રથમ વડોદરા શહેરમાંથી શરૂ કરી મિસ્ટર ગુજરાત-૨૦૧૭નો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. જોકે, આ ખિતાબ પ્રાપ્ત કર્યા બાદ જય સોલંકીને સૌપ્રથમ રાજસ્થાની પ્રીતિ કેસેટની કંપનીમાં કામ કરવાનો મોકો મળ્યો, અને ત્યારબાદ રાજસ્થાન અને આણંદ બન્ને જિલ્લાના પ્રોડ્યુસરોએ ભેગા મળી ગુજરાતી આલ્બમ સોંગ લવ્યુ જાનુ તૈયાર કર્યું હતું.

જેમાં જય સોલંકીને ગાવાનો મોકો મળ્યો અને ત્યારબાદ હાલમાં જ જય સોલંકીને અમદાવાદના ખોડલ વિડીયોમાંથી પંચમહાલના સુપર ટીમલી કિંગ સિંગર રાકેશ રાવળનું મળતા હવે મળાતું નથી સોંગ મળ્યું છે. જોકે, આ સોંગ પણ ટૂંક જ સમયમાં રજૂ થનાર છે. જય સોલંકી આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મ જગતમાં પણ પોતાની ભૂમિકા ભજવનાર હોવાનું જણાવી રહ્યો છે, ત્યારે સ્લમ વિસ્તારના જય સોલંકીએ ટૂંકી સફરમાં શ્રેષ્ઠ મોડલિંગ તથા સિંગર તરીકે એવોર્ડ અને સન્માન પત્ર પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.
Latest Stories