New Update
/connect-gujarat/media/post_banners/7d89abc37a90f28d3efb6b2e29c8eb2c3275b575d998e68974630793466b9c86.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ 3 ઇસમોને ભરૂચ LCB પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલ્કત સંબંધી, વાહન ચોરીઓના ગુન્હા અટકાવવા અને વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે અપાયેલ સૂચના અંતર્ગત ભરૂચ LCBના ઇન્ચાર્જ પીઆઈ એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ મથકના આઇસર ટેમ્પો ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપીઓની પીએસઆઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ દ્વારા પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે, આશરે 10 દિવસ પહેલા નેશનલ હાઇવે પર આવેલ નવજીવન હોટલથી થોડે દૂર એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી આઇસર ટેમ્પોની ચોરી કરી હતી, ત્યારે વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ 3 ઇસમોને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
Latest Stories