Connect Gujarat
ભરૂચ

મંત્રી પુર્ણેશ મોદી એક નજર આ તરફ પણ નાંખો, જુઓ રસ્તાઓના કેવા છે હાલ

રાજયના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ખાડા પુરો અભિયાન શરૂ કર્યું છે પણ ભરૂચનો નંદેલાવ ફલાયઓવર અને અંકલેશ્વરમાં ઉમા ભવન પાસે આવેલાં ફાટક પાસે રસ્તાના ખસ્તા હાલ છે.

X

રાજયના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ખાડા પુરો અભિયાન શરૂ કર્યું છે પણ ભરૂચનો નંદેલાવ ફલાયઓવર અને અંકલેશ્વરમાં ઉમા ભવન પાસે આવેલાં ફાટક પાસે રસ્તાના ખસ્તા હાલ છે.

ચોમાસામાં મોટાભાગના રસ્તાઓ ધોવાય જતાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયાં હતાં. દરમિયાન રાજયમાં નવા મુખ્યમંત્રી અને નવા પ્રધાનોની વરણી કરવામાં આવી.. માર્ગ અને મકાન વિભાગના મંત્રી તરીકે પુર્ણેશ મોદીની પસંદગી કરવામાં આવી.. પદ સંભાળતાની સાથે તેમણે રસ્તાઓ પર ખાડા પુરવાનું કામ હાથ પર લીધું અને શરૂ થયું ખાડા પુરો અભિયાન... લોકોએ તેમના વિસ્તારના ખરાબ રસ્તાઓના ફોટા મંત્રીને મોકલ્યાં અને ખાડાઓ પુરાય પણ ગયાં.. પણ ભરૂચનો નંદેલાવ ફલાયઓવર અને અંકલેશ્વરના ઉમાભવન પાસેનું ફાટક આમાં અપવાદ રહી ગયાં છે. અંકલેશ્વરના ઉમાભવન પાસે આવેલા ફાટક પાસે અઢીથી ત્રણ ઇંચ ઉંડા ખાડા પડી ગયાં છે. ખાડાઓના કારણે વાહનોને પણ નુકશાન થઇ રહયું છે.

હવે વાત કરીશું ભરૂચના નંદેલાવ ફલાયઓવર બ્રિજની... નંદેલાવ ફલાયઓવર પરથી રોજના હજારો ભારદારી વાહનો પસાર થાય છે. બ્રિજ પર આવેલો રસ્તો દર વર્ષે ઉબડખાબડ બની જાય છે. આ બ્રિજના તો સળિયા પર બહાર દેખાવા લાગ્યાં છે. દર વર્ષે રસ્તાની મરામત માટે લાખો રૂપિ્યાનો ખર્ચ કરવામાં આવે છે પણ રસ્તો બિસ્માર બની જાય છે. બ્રિજ પરના ખાડાઓના કારણે પીક અવર્સમાં ટ્રાફિકજામની સમસ્યા જોવા મળે છે.

Next Story