/connect-gujarat/media/post_banners/2808b55b069a93c66d023f651c55b421e733d10278eb816cd0649b0db81906a0.jpg)
નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવતું કરોડો રૂપિયાનું ફંડ સરકારી અધિકારીઓ અને એજન્સીઓ બારોબાર આયોજન કરી લેતા હોવાનો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે.
નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે. પરંતુ સરકારી અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો. ચૈતર વસાવા સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા તમામ રજૂઆતકર્તાઓને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપતા રોકવામાં આવ્યા હતા, ત્યારે ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, અમને આવેદન પત્ર આપતા રોકવામાં આવ્યા છે. જેનું કારણ એ છે કે, ક્યાંક ને ક્યાંક જે વહીવટ થયા છે, તેનો રેલો ભાજપના નેતાઓ સુધી પહોંચે તેમ છે. જેથી ભાજપ પોલીસને આગળ કરી રહી હોવાનો પણ ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો.