Connect Gujarat
ભરૂચ

રોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે ડો.વિહાંગ સુખડિયાની નિમણૂક કરાઈ

ગત તારીખ ૩ જુલાઈના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ પી ડી શ્રોફ રોટરી હોલ ખાતે યોજવામા આવ્યો હતો.

રોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે ડો.વિહાંગ સુખડિયાની નિમણૂક કરાઈ
X

ગત તારીખ ૩ જુલાઈના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ પી ડી શ્રોફ રોટરી હોલ ખાતે યોજવામા આવ્યો હતો. જેમાં ગતવર્ષના પ્રમુખ રોટેરીયન ડો વિક્રમ પ્રેમકુમારે વર્ષ દરમ્યાન કરેલ કાર્યક્રમ વિષે વિગતવાર માહિતી આપી હતી તથા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ રોટેરીયન્સને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.


ઇનસ્ટોલીંગ ઓફીસર ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીકાંત ઈંદાણીએ નવા વરાયેલા પ્રમુખ રોટેરીયન ડો વિહંગ સુખડીઆને પ્રમુખ તરીકે તથા રોટેરીયન ઊક્ષિત પરીખને રોટરી ક્લબના સેક્રેટરી તરીકે તથા તમામ બોર્ડ મેમ્બર્સને શપથ લેવડાવ્યા હતા. નવા વરાયેલ પ્રમુખ ડો વિહંગ સુખડીઆએ આવનાર વર્ષ દરમ્યાન દરેક રોટેરીયન સભ્યોની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કરવા તથા રેડ કેટેગરીમા આવનાર કુપોષિત બાળકોને સમગ્ર વર્ષ દરમિયાન પોષણયુકત આહાર આપી તેમને સ્વસ્થ બનાવવા તેમજ અન્ય સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.આ વર્ષે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ONGC ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે તથા ફિલાટેક્ષ કંપની ના ચીફ ઓપરેટીંગ ઓફીસર શ્રી વ્યાનુ વ્યાસ ને માનદ સભ્યપદ અર્પણ કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના ઉપ મુખ્ય દંડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા, ભરૂચ નગર સેવાસદનના પ્રમુખ અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story