અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા

32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

New Update
અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા ગામે નર્મદા નદીના કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવેલ યુવકનાં મૃતદેહની ભાળ મળી જતાં અંકલેશ્વર એ’ ડિસિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા ગામે નર્મદા નદીનાં કિનારેથી બિનવારસી હાલતમાં મળી આવેલ યુવકનો મૃતદેહ ભરૂચ શહેરના સિંધવાઈ માતાના મંદિર નજીક રહેતા 32 વર્ષીય સંજય અવિચંદ વસાવાનો હોય તેમ મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહના કપડાં અને હાથ પર પડાવેલ S નામના છૂંદણા પરથી જાણવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ PHC સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, 32 વર્ષીય સંજય અવિચંદ વસાવા પરણિત છે, અને તેઓને સંતાનમાં 2 દીકરીઓ છે. જેઓ 2 દિવસ અગાઉ પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલે અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસે આત્મહત્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories