Connect Gujarat
ભરૂચ

“વિશ્વ આરોગ્ય દિવસ” : ભરૂચ-અંકલેશ્વરના સાયાકલીસ્ટ દ્વારા યોજાય સાયકલ યાત્રા…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે તા. 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા ભરૂચ-અંકલેશ્વરથી હાંસોટ સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને સ્વાસ્થ પ્રત્યે જાગૃત કરવા યોજાયેલી આ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટે જણાવ્યું હતું કે, આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા "મારૂ સ્વાસ્થ, મારો અધિકાર" થીમ આધારિત વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ સાથે જ લોકોએ પણ દરરોજ એક કલાક પોતાની જાત માટે ફાળવી સાયક્લિંગ, રનિંગ, વોકિંગ અથવા અન્ય કોઈપણ પ્રકારની કસરત તથા સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. જો વ્યક્તિ સ્વસ્થ હશે તો જ સ્વસ્થ સમાજ બનશે તેથી દરેક વ્યક્તિએ "મારૂ સ્વાસ્થ, મારી જવાબદારી“ સૂત્રને અપનાવી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણ માટે સૌકોઈને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

Next Story