Connect Gujarat
Featured

ભાવનગર : સીંગલ વિન્ડો સિસ્ટમ થકી ઉમેદવારોને વિવિધ પ્રકારની 217 મંજૂરીઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થઈ

ભાવનગર : સીંગલ વિન્ડો સિસ્ટમ થકી ઉમેદવારોને વિવિધ પ્રકારની 217 મંજૂરીઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થઈ
X

ભાવનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2021 અંતર્ગત ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને ચૂંટણલક્ષી મંજૂરીઓ લેવા માટે ચૂંટણી અધિકારી, પોલીસ અધિકારી, પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીની કચેરી વગેરે કચેરીઓમાં અલગ અલગ સ્થળે જવું ન પડે તેમજ ઉમેદવારો તથા ચૂંટણી એજન્ટોને કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર એક જ સ્થળેથી તમામ પ્રકારની મંજૂરીઓ ત્વરીત મળી જાય તેવા ઉદ્દેશથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લા કલેક્ટર અને શહેર ચૂંટણી અઘિકારી દ્વારા કલેક્ટર કચેરી ખાતે ડીઝાસ્ટર બિલ્ડીંગમાં સીંગલ વિન્ડો સીસ્ટમ ગત તા. 10/02/2021ના રોજથી શરૂ કરવામાં આવી હતી. જેમાં આજ દિન સુધીમાં વાહન અંગેની 91, ઉમેદવારોના કાર્યાલય ખોલવા માટેની 46 તેમજ સભા-સરઘસ-રેલી અંગેની 80 મળી કુલ 217 મંજૂરીઓ ઉમેદવારો તથા ચૂંટણી એજન્ટ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે જેતે દિવસે કરાયેલ અરજીમાં તે જ દિવસે તેનો નિકાલ લાવી સુચારું આયોજન સાથે ઉપલબ્ધિ કરાવવામાં આવી હતી. આ પ્રકારની સીંગલ વિન્ડો સિસ્ટમની સુવિધાથી ઉમેદવાર અને તેમના ચૂંટણી એજન્ટને સમયસર પરવાનગી મળતા તેઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

Next Story