ભાવનગર : લોંયગા ગામે દીપડાએ મચાવ્યો આતંક, બાળક પર હુમલો પહોચાડી ગંભીર ઇજા

New Update
ભાવનગર : લોંયગા ગામે દીપડાએ મચાવ્યો આતંક, બાળક પર હુમલો પહોચાડી ગંભીર ઇજા

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંયગા ગામે ખડસલીયા-લોંયગા રોડ પર આવેલ વાડીમાં વાડી માલિકનો પરિવાર અને મજુરો કપાસ વિણવાનું કામકાજ કરી રહ્યા હતા, ત્યારે વાડીમાં આવી ચઢેલા દિપડાએ 13 વર્ષીય બાળક ઋતુ બારૈયા ઉપર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલાના પગલે બાળકે બુમાબુમ કરી મુકતા બાળકના પિતા સહિતના લોકો દોડી ગયા હતા, ત્યારે હાંકલા પડકારા કરી બાળકને દીપડાના મુખમાંથી બચાવ્યો હતો. બાળકને માથાના ભાગે થયેલી ગંભીર ઇજાના પગલે તાકીદે 108 એમ્બ્યુલન્સ મારફતે મહુવા હોસ્પિટલ ખાતે બાળકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

લોંયગા ગામ પંચાયતના સરપંચ મંગા બાલધીયાએ જણાવ્યું હતું કે, દિપડાનો ત્રાસ ગ્રામ્ય અને સીમ પંથકમાં ખૂબ વઘી ગયો છે. થોડા સમય પૂર્વે દીપડાએ એક ગાયનું મારણ કર્યુ હતું , તેમજ 2 દિવસ પહેલા 2 ઘેટાનું મારણ કર્યું હતું. જેની જાણ વનવિભાગમાં કરવા આવી હોવા છતાં વનવિભાગે કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારે ફરી આ ઘટના બાદ વધુ કોઈ જાનમાલની નુકશાની થાય તે પૂર્વે વનવિભાગે પીંજરુ મુકી દિપડાને પાંજરે પુરવા અંગેની માંગ કરી છે.

Latest Stories