Connect Gujarat
Featured

ભાવનગર : કોરોનાના વધી રહેલાં કેસો, બાગ- બગીચાઓને કરી દેવાયાં બંધ

ભાવનગર : કોરોનાના વધી રહેલાં કેસો, બાગ- બગીચાઓને કરી દેવાયાં બંધ
X

ભાવનગર શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ તેજ ગતિથી વધી રહયું હોવાથી તંત્ર એકશનમાં આવી ગયું છે. મ્યુનિસિપલ કમિશ્નર અને કોર કમિટીના સભ્યોની બેઠક બાદ રવિવારથી તમામ બાગ- બગીચાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.


ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે રવિવારથી મહાનગરપાલિકા વિસ્તારના તમામ બાગ-બગીચા અને પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર શહેરની ઓળખ સમાન વિક્ટોરિયા પાર્ક પણ બંધ રાખવામાં આવશે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 6507 થઇ ગયા છે અને તેની સામે 6251 દર્દીઓ કોરનામુક્ત થતા રિકવરી રેઇટ 96.06 ટકા થઇ ગયો છે. જ્યારે શહેર-જિલ્લામાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 187 થઇ ગઇ છે. ખાસ કરીને ભાવનગર શહેરની વાત કરવામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 4356 થઇ ગયા છે અને તેની સામે 4161 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ ઘટીને 95.52 ટકા થઇ ગયો છે. ભાવનગરના મ્યુનિસિપલ કમિશ્નર તથા કોર કમિટીના સભ્યોની તાકીદની બેઠક મળી હતી. જેમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે રોકી શકાય તે સંદર્ભમાં ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. ભાવનગર શહેર તથા જિલ્લાના તમામ બાગ અને બગીચાઓ હાલ સુમસાન ભાસી રહયાં છે. કોરોના ભાવનગરને ભરડામાં લઇ રહયો હોવાથી હવે લોકોએ જાગૃત બનવું જરૂરી છે......

Next Story