Connect Gujarat
Featured

ભાવનગર : કમોસમી વરસાદથી માર્કેટયાર્ડમાં લવાયેલી મગફળીનો પાક પલળી ગયો

ભાવનગર : કમોસમી વરસાદથી માર્કેટયાર્ડમાં લવાયેલી મગફળીનો પાક પલળી ગયો
X

ભાવનગર શહેર તથા જિલ્લામાં અચાનક શરૂ થયેલા કમોસમી વરસાદના કારણે ખેડુતોની હાલત કફોડી બની છે. ખાસ કરીને માર્કેટયાર્ડમાં ખેડુતોની વેચાણ માટે લવાયેલી મગફળીનો જથ્થો પલળી જતાં દોડધામ મચી ગઇ હતી.

રાજયના કેટલાક શહેરોમાં બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહયો છે જેમાં ભાવનગર પણ બાકાત નથી. ભાવનગરમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. ભાવનગર યાર્ડમાં ખુલ્લા મા પડેલી હજારો ગુણી મગફળી પલળી જતાં ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છે. 4 દિવસ થી યાર્ડ મા મગફળી લાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે મગફળી વેચાણ માટે આવી હતી તેને ખુલ્લામાં રાખવામાં આવી હતી પણ અચાનક વરસાદની એન્ટ્રી થતાં મગફળી પલળી ગઇ છે. બીજી તરફ નવરાત્રીનું પર્વ ચાલી રહયું છે તેવામાં વરસાદના કારણે મંદિરોમાં આરતી સહિતના કાર્યક્રમો રદ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Next Story