શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની તબિયત લથડી: યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ

New Update
ગુણવત્તાયુક્તા શિક્ષણ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ  છેઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની તબિયત લથડી અચાનક બગડી હોવાના અહવાલો મળી રહ્યા છે. તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની યુ.એન હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આ વિશે મળતી માહિતી અનુસાર, વાપીથી અમદાવાદ આવી રહ્યા ત્યારે ફ્રૂડ પ્રોઈઝન થયું હતું. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને ઝાડા ઉલટી સહિત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વધી જવાના કારણે સારવાર માટે પહેલા તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેમની તબિયત વધુ લથડતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Latest Stories