ગાંધીનગર : ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની ચૂંટણી લક્ષી બેઠક, ઉમેદવારોને લઈને ચર્ચા

0

ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક મુખ્યમંત્રીની ઉપસ્થિતિ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 6 મહાનગરપાલિકામાં ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

આગામી છ મહાનગર પાલિકાની ચૂંટણી અન્વયે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ની બેઠક શરૂ થઈ હતી. તારીખ પહેલી બીજી અને ત્રીજી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ બેઠકમાં 6 મહાનગરના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ બેઠક ત્રણ દિવસ ચાલશે અને આ બેઠકમાં જે દાવેદારો એ દાવેદારી કરી છે તેના નામ પર વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં યોગ્યતાના આધારે પેનલ બનાવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહયા છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here