Connect Gujarat
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં ૮ હજાર રખડતાં ઢોરો પકડાયા

ગુજરાતમાં રખડતા ઢોર સામે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા રાજ્યમાં ત્રણ જ દિવસમાં કુલ 8 હજાર ઢોર પકડવામાં આવ્યા છે

ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં ૮ હજાર રખડતાં ઢોરો પકડાયા
X

ગુજરાતમાં રખડતા ઢોર સામે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા રાજ્યમાં ત્રણ જ દિવસમાં કુલ 8 હજાર ઢોર પકડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ દિવસમાં કુલ 844 ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે ગુજરાતમાં હજુ 40% જેટલા ઢોર પકડવાના બાકી છે જેને પકડવા તંત્રના અધિકારીઓ અને ટીમો કામે લાગી છે.રાજ્યમાં કુલ 52 હજાર 62 જેટલા ઢોર હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

8 મનપામાં 31 હજાર 952 અને 156 પાલિકામાં 20,110 ઢોર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 33 હજાર 806 ઢોર પકડવામાં આવ્યા છે.ચાલુ વર્ષે રાજ્યના 8 મહાનગરોમાં 23 હજાર 369 અને પાલિકામાં 10 હજાર 437 ઢોર પકડવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રખડતા ઢોર અંગે 8 મહાનગરોમાં 841 ફરિયાદ નોંધાઈ છે. જ્યારે 156 નગરપાલિકામાં 3 ફરિયાદ નોંધવામાં આવી છે. હાઇકોર્ટના આકરા વલણ બાદ તંત્ર એ આળસ ખંખેરી લીધી છે. ત્યારે ભાવનગર મનપાએ રખડતા ઢોર સામે કામગીરી હાથ ધરી હતી. મનપાએ 4 દિવસમાં 18 રખડતા ઢોર પકડ્યા છે. 2 ટીમ બનાવી આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો રાજ્યમાં દરેક માનપામાં પણ તંત્ર આકરા પાણીએ થયું છે

Next Story