Connect Gujarat
ગુજરાત

ખેડા : "ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે" અંતર્ગત કાનૂની શિક્ષણ સહિતના વિવિધ વિષયો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

"ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે"ની ઉજવણી અંતર્ગત CYBER CRIME AWARENESS, FREE & COMPETENT LEGAL SERVICES તથા TELE LAW વિષય પર વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા : ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે અંતર્ગત કાનૂની શિક્ષણ સહિતના વિવિધ વિષયો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો…
X

ખેડા જિલ્લાના નડીઆદ સ્થિત ટી જે.પટેલ ઈંગ્લીશ મીડીયમ કોમર્સ કોલેજ ખાતે "ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે"ની ઉજવણી અંતર્ગત CYBER CRIME AWARENESS, FREE & COMPETENT LEGAL SERVICES તથા TELE LAW વિષય પર વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત મે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ. એ આઈ. રાવલની સૂચના અને માર્ગદર્શન અનુસાર તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર એસ. રાજપૂત દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનાં ભાગરૂપે નડીઆદની ટી જે.પટેલ ઈંગ્લીશ મીડીયમ કોમર્સ કોલેજ ખાતે "ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે"ની ઉજવણી અંતર્ગત CYBER CRIME AWARENESS, FREE & COMPETENT LEGAL SERVICES તથા TELE LAW વિષય પર વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટી જે. પટેલ ઈંગ્લીશ મીડીયમ કોમર્સ કોલેજના ઝંખના પટેલ દ્વારા આમંત્રિત મહેમાનો/વક્તાઓ તથા વિદ્યાર્થીઓનું સ્વાગત પ્રવચનથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું,

જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખેડા-નડીઆદના "CYBER CRIME EXPERT" એવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે.તિવારી દ્વારા આજનાં આ અતિ આધુનિક અને ડીઝીટલ યુગમાં ભારત સરકારનાં "DIGITAL INDIA" અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ વિભાગો દ્વારા નાગરિકોની સેવામાં સરળતા, ઝડપ અને પારદર્શિતા લાવવા માટે તથા નાગરિકો અને ખાસ કરીને યુવાવર્ગ-વિદ્યાર્થીઓ દ્વારા પોતાનાં અભ્યાસ કારકિર્દી અને રોજિંદા કાર્યોમાં સરળતા લાવવા માટે વધુમાં વધુ પ્રમાણમાં ડીઝીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આવનારો સમય પણ ડીઝીટલ ક્રાંતિનો જ હશે તેથી ડીઝીટલ/ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે સતર્કતા અને સાવચેતી પણ એટલી જ જરૂરી અને અનિવાર્ય છે, તેમ જણાવી સાયબર ક્રાઈમથી બચવા માટેનાં અત્યંત મહત્વનાં મુદાઓ પર વિસ્તૃત સમજ અને માહિતી પૂરી પાડી હતી, તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદ તથા "TELE LAW PROJECT" ના પેનલ એડવોકેટ એન.જે.ગીલેટવાલાએ "INTERNATIONAL JUSTICE DAY તથા મફત અને સક્ષમ કાનૂની સહાય તથા તેની ઉપલબ્ધતા વિષય પર વિદ્યાર્થીઓને ખુબ જ સુંદર માહિતી અને જાણકારી આપી હતી, કેન્દ્ર સરકારના કાયદો અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગ દ્વારા મે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી અને કેન્દ્ર સરકારનાં ઇલેક્ટ્રોનીક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનાં "CSC e Governance India Ltd" ની સહભાગીતાથી શરૂ કરવામાં આવેલ"TELE LAW PROJECT" વિષે માહિતી આપતા પેનલ એડવોકેટ ઋષિક જોષીએ જણાવેલ કે "TELE LAW PROJECT" અંતર્ગત કોઈપણ વ્યક્તિ કે જેને કાયદાકીય સલાહ-સુચનની જરૂર હોય તો તે પોતાના મોબાઈલમાં "TELE LAW FOR CITIZENS" નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવી નિ:શુલ્ક ધોરણે કાયદાકીય સલાહ-સુચન મેળવી શકે છે.

Next Story