Connect Gujarat
ગુજરાત

ખેડા : નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે 'સાંસદ ખેલ સ્પર્ધા'નો સમાપન સમારંભ યોજાયો

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા તથા રાજ્યસભાના સભ્યોને પોતાના રાજ્યમાં પોતાના મત વિસ્તારમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાનું આહ્વાન કર્યું હતું.

ખેડા : નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારંભ યોજાયો
X

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા તથા રાજ્યસભાના સભ્યોને પોતાના રાજ્યમાં પોતાના મત વિસ્તારમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત દેશના તમામ સાંસદો પોતાના મત વિસતારમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે.

ખેડા જિલ્લાના સાંસદ એવા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત મંડળ અને તાલુકાથી માંડીને જિલ્લા સ્તર સુધીની ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૭ જૂન ૨૦૨૨ના રોજ આ સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમાપન સમારંભમાં રાજ્યના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ, નડિયાદ નગરપાલિકા પ્રમુખશ રંજનબા વાઘેલા સહિત જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં જિલ્લાના ૪૮૦૦ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેર-તાલુકા મંડળની ટીમો બાદ જિલ્લાકક્ષાની ટીમો વચ્ચે કબડ્ડી, વોલીબોલ સ્મેશિંગ, રસ્સાખેચ, વોલીબોલ, કેરમ, સૂર્યનમસ્કાર, ચેસ, અને સ્કેટિંગ એમ ૮ રમતોની સ્પર્ધા યોજાઇ હતી. ખેલ સ્પર્ધાના સમાપન પ્રસંગે આઠેય સ્પર્ધાની વિજેતા ટીમોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Next Story