/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-2-copy-1.jpg)
ગત વિધાનસભાની રચના સમયે અનેક ધારાસભ્યોએ મંત્રીમંડળમાં સમાવેશ તથા સારા ખાતા માટે નારાજગી દર્શાવી હતી
સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લાં કેટલાંક સમયથી કોંગ્રેસમાં અસંતુષ્ટોનો દોર ચારી રહ્યો હતો. તેવામાં ભાજપે માસ્ટર સ્ટ્રોક ખેલીને કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાને પોતાની પાર્ટીમાં સ્થાન આપ્યું હતું. માત્ર એટલું જ નહીં પણ પાર્ટીમાં જોડાયાનાં ચાર કલાક માં જ સીધું પ્રધાન પદ મળ્યું. જેની આડ અસર પાર્ટી પર થાય તેવા એંધાણ ચોક્કસ પણે દેખાઈ રહ્યા છે. કારણ કે ભાજપમાં એવા કેટલાંય નેતાઓ છે કે જેઓ ગત વિધાનસભાની ચૂંટણી સમયે પ્રધાનપદ કે સારા હોદ્દાની માંગ સાથે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.
પાછલી ધાનસભા ચુંટણી બાદ ભાજપની સરકાર રચાઈ ત્યારે કેટલાક ધારાસભ્યોએ પોતાને પ્રધાનમંડળમાં સમાવવામાં આવે એવી માંગ કરી હતી. ખાસ કરીને મધ્યગુજરાતને મહત્વનાં હોદ્દામાં સ્થાન ન મળતાં એક તબક્કે નારાજગી જોવા મળી હતી. પરંતુ બાદમાં વડોદરાનાં રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભા અધ્યક્ષ બનાવી સ્થિતિને સંભાળી લેવામાં આવી હતી. હવે ફરીથી કંઈક આવી જ હાલત થઇ છે ભાજપના કેટલાક ધારાસભ્યોની. હાલમાં ભાજપની રાજકીય સ્થિતિ સારી કહી શકાય. પણ ઘરમાં જ ડખો થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
પક્ષમાં હજુ પણ અંદરખાને નારાજગી યથાવત છે. થોડાં સમય પહેલા જ તેનું એક ટ્રેલર પણ આજ નેતાઓએ દર્શાવ્યું હતું. જેમાં શહેરાનાં ધારાસભ્ય જેઠા ભરવાડને પણ પ્રધાન પદ જોઈતું હતું. પરંતુ મળ્યું નહિ એટલે જ પોતાના ટેકેદારો મારફતે ઉગ્ર માંગ કરાવવામાં આવી હતી. પ્રધાન પદ તો ન મળ્યું પણ પાર્ટીએ તેમને બાદમાં માનવી લીધા હતા.
પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા અગાઉ મંત્રી રહી ચુક્યા છે. છતાં તેમને ક્યાંય સ્થાન ન મળ્યું. કોળી નેતાની પરષોત્તમ સોલંકીને પ્રધાનપદ મળ્યું પણ તેમણે સારા ખાતાની માંગ કરીને અસંતોષ જાહેર કર્યો હતો. પણ મેળ પડ્યો નહીં. હાલમાં પણ આવા અનેક નેતાઓ છે. જે વર્ષોથી ચુંટાઇ આવે છે અને મંત્રીપદની માંગ કરી હતી. પરંતુ તે નેતાઓએ માત્ર ધારાસભ્ય બનીને જ રહી ગયા છે. ત્યારે કુંવરજી પર આફરીન થયેલી ભાજપ મોટા ગજાના નેતાઓને ગણતરીના કલાકોમાં પ્રધાન પદ તો આપી દીધું. પરંતુ હવે આંતરિક વિખવાદ વધશે તેવા એંધાણ રાજકીય વિશ્લેષકો દર્શાવી રહ્યા છે.