Connect Gujarat
દુનિયા

બ્રિટન : વડાપ્રધાન બોરિસ જોનસન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓનો માન્યો આભાર

બ્રિટન : વડાપ્રધાન બોરિસ જોનસન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓનો માન્યો આભાર
X

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ આ વાતની જાણકારી આપી છે. ગયા મહિને બોરિસ જોનસનનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાના જણાવ્યા મુજબ, કોરોના વાયરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાના એક અઠવાડિયા બાદ બોરિસ જોનસનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમને ત્રણ દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.

અગાઉ તેમણે નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. શનિવારે સેંટ થોમસ હોસ્પિટલના આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ થયા બાદ જણાવ્યું કે, માત્ર તેમનો આભાર વ્યક્ત કરવો યોગ્ય નથી હું તેમનો ઋણી છું. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું છે કે, હાલ જોનસનની તબિયત સારી છે. હોસ્ટિલમા ડિસ્ચાર્જ થયા બાદ બોરિસ જોનસન ઘરેથી કામ કરશે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું કે, મેડિકલ ટીમની સલાહ પર વડાપ્રધાન હાલ કામ પર પરત ફરશે નહીં. તેમણે તમામ ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

Next Story