Connect Gujarat
દુનિયા

બ્રિટન : યુકેના આરોગ્ય મંત્રી નદીન ડોરિસ પણ આવ્યા કોરોના વાઇરસની ચપેટમાં

બ્રિટન : યુકેના આરોગ્ય મંત્રી નદીન ડોરિસ પણ આવ્યા કોરોના વાઇરસની ચપેટમાં
X

યુકેના આરોગ્ય મંત્રી નદીન ડોરિસને કોરોના વાયરસ

(COVID 19) થી ચેપ લાગ્યો છે, તેમની તપાસ

કરતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હવે બ્રિટીશ વડા પ્રધાન બોરિસ

જ્હોનસનને કોરોના વાયરસનો ડર વર્તાઇ રહ્યો છે, કારણ કે નદીન

ડોરિસ થોડા દિવસો પહેલા જ તેમની સાથે મળી વાતાઘાટો કર્યા હતા. આ સમાચારથી યુકેના

લોકોમાં ડર ફેલાઈ ગયો છે. યુકેમાં હમણાં સુધી, 350 થી વધુ

લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે.

યુકેના આરોગ્ય મંત્રી નદીન ડોરિસે કોરોના

વાયરસથી ચેપ લાગવાની માહિતી પોતે જ શેર કરી હતી. તેમણે કહ્યું હતું, 'ઇંગ્લેંડનો આરોગ્ય વિભાગ મારી મુલાકાત લેનારા દરેકનો સંપર્ક કરવાનો પ્રયાસ

કરી રહ્યો છે. આ તપાસ દરમિયાન મારો વિભાગ અને મારું ઓફિસ થોડા દિવસો માટે બંધ

રહેશે. આ 'ઉપરાંત,

નદીન ડોરિસે કહ્યું કે જેવી તેમને જાણ થઈ કે તે કોરોના વાયરસથી

સંક્રમિત છે, તુરંત જ તેમણે પોતાનાથી અન્ય લોગોને અલગ કરી દીધા

હતા. તેમણે પોતાના પરિવારના સભ્યોએ પણ પોતાનાથી દૂર રાખ્યા છે.

યુકેમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 6

લોકોનાં મોત નીપજ્યાં છે

વિશ્વના ઘણા દેશોમાં તેમ જ યુકેમાં પણ કોરોના

વાયરસ વધી રહ્યો છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 6 લોકોનાં મોત નીપજ્યાં છે.

યુકેના આરોગ્ય વિભાગ અનુસાર, અત્યાર સુધીમાં 26,000 લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 373 કેસની

કોરોના વાયરસના ચેપ માટે પુષ્ટિ મળી છે. તે જ સમયે, ભારતમાં

કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 50 પર પહોંચી ગઈ છે. જો કે, તેમાં 16 ઇટાલિયન લોકોનો પણ સમાવેશ છે. આખી દુનિયાની વાત કરીએ તો આ જીવલેણ

વાયરસે અત્યાર સુધીમાં એક મિલિયનથી વધુ લોકોને જકડી લીધા છે.

Next Story