Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સમાં 1688 અંકનો કડાકો

શેરબજારમાં રોકાણકારો માટે શુક્રવાર એક દુઃસ્વપ્ન કરતાં પણ ખરાબ હતો. બ્લેક ફ્રાઈડે સાબિત થયો. શુક્રવારના સત્રમાં રોકાણકારોના લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું

શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સમાં 1688 અંકનો કડાકો
X

શેરબજારમાં રોકાણકારો માટે શુક્રવાર એક દુઃસ્વપ્ન કરતાં પણ ખરાબ હતો. બ્લેક ફ્રાઈડે સાબિત થયો. શુક્રવારના સત્રમાં રોકાણકારોના લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આજના સત્રમાં જ, NSE (NSE) એ 2.91 ટકા (509 પોઈન્ટ) નો ઘટાડો નોંધાવ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સ 2.87 ટકા (1687 પોઈન્ટ) ઘટ્યો હતો. ફાર્મા સિવાય કોઈ સેક્ટર લીલા નિશાનમાં બંધ નથી. શુક્રવારના સત્રમાં BSE સેન્સેક્સ 1687.94 પોઈન્ટના ઘટાડા સાથે 57,107.15 પર બંધ થયો હતો, જ્યારે NSE ઈન્ડેક્સ 509.80 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 17026.50 પર બંધ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ આવ્યા બાદ બજાર પર આવી નકારાત્મક અસર જોવા મળી છે. ભારતીય સ્ટોક માર્કેટમાં સતત કડાકો થઈ રહ્યો છે. બજાર તૂટ્યા બાદ હાહાકાર મચી ગયો અને સેન્સેક્સમાં કડાકો બોલી ગયો તો નિફ્ટીમાં પણ કડાકો થયો છે. શેર બજાર તૂટવા પાછળ મુખ્ય 4 કારણોમાં સામેલ છે.

(1) કોરોના વાયરસ

(2)દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે. જેનાથી વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે.

(3)સાથે જ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો. મેટલ અને ફાયનાન્સિયલ બેંચમાર્ક તૂટવા

(4)એશિયન બજારોમાં થયેલા નુકસાનની અસર ભારતીય શેર માર્કેટ પર દેખાઈ રહ્યો છે.

Next Story