Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં બુલ રન: ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સેકસ 60,000થી ઉપર

ભારતના સ્થાનિક શેર માર્કેટમાં જોરદાર તેજીનો માહોલ

શેરબજારમાં બુલ રન: ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સેકસ 60,000થી ઉપર
X

ભારતના સ્થાનિક શેર માર્કેટમાં જોરદાર તેજીનો માહોલ છે. આજે 24 સપ્ટેમ્બરે ભારતીય શેર બજારે નવો જ ઇતિહાસ રચી દીધો છે. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જના ઈન્ડેક્ષ એટલે કે સેન્સેક્સ આજે પ્રથમ વખત 60,000 ઉપર પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે આજે ઈન્ફોસિસ અને રિલાયન્સના શર્મા તેજીથી થઈ રહેલો વધારો આખરે માર્કેટમાં તેજી લઈ આવ્યો હતો. નિફ્ટી પણ તેના કારણે 17,9000 ઉપર પહોંચી ગયો હતો. ઓપનિંગ સેન્સેક્સ 325.71 પોઈન્ટ સાથે 0.54% તેજીથી 60,211 ના લેવલે પહોંચી ગયો હતો. નિફટીમાં 93.30 અંકો એટલે કે 0.52% જેટલા વધારા સાથે 17,916 જેટલો થઈ ગયો હતો. ફેડરલ રિઝર્વ, અમેરિકાની કેન્દ્રીય બેંકના નિર્ણયો આવ્યા છે. ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી પણ આવનારા દિવસોમાં કાપ મૂકવાનો પણ સંકેત આપ્યો છે. આઈપીઓ માર્કેટ પણ સારું કરી રહ્યું છે. તેનાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. કંપનીઓ બીજા ક્વાર્ટરમાં સારા પરિણામની અપેક્ષા રાખી રહી છે. કોરોના વાયરસ મહામારીના બે મોજાનો સામનો કરી રહેલી દેશની અર્થવ્યવસ્થા મજબૂતી સાથે પાટા પર આવી રહી છે. સરકાર ઉદ્યોગોને સતત ટેકો આપી રહી છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 20.1 ટકા હતો. તો સામે રસીકરણને કારણે રોકાણકારોમાં કોરોનાનો ડર સમાપ્ત થયો હોય તેવું લાગે છે. આ તમામ પરિબળોએ બજારને અસર કરી હતી.

Next Story