Connect Gujarat
બિઝનેસ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ભડકો, કિંમતો 80 ડોલર નજીક પહોંચી

દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 29 ડિસેમ્બર બુધવાર માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ભડકો, કિંમતો 80 ડોલર નજીક પહોંચી
X

દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 29 ડિસેમ્બર બુધવાર માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે. જણાવી દઈએ કે આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 56 દિવસ થઈ ગયા છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારોમાં નરમ દેખાતા ક્રૂડ ઓઈલમાં અચાનક તેજી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી છે. પરંતુ, હવે તેની કિંમતો એટલી વધી ગઈ છે કે તે ફરી એકવાર 80 ડોલરની નજીક આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ એટલે કે બુધવારે કાચા તેલની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 80 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે.આજે WTI ક્રૂડ 0.13 ટકા વધીને 76.08 ડોલર પર પહોંચી ગયું છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ આજે 0.29 ટકા વધીને 79.17 ડોલર પર પહોંચી ગયું છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ક્રૂડ ઓઈલની કિંમતમાં મામૂલી વધઘટ જોવા મળી રહી હતી પરંતુ હવે જ્યારે ઓઈલની કિંમતોમાં તેજી આવી છે ત્યારે તે ઝડપથી આગળ વધી રહી છે.

Next Story