Connect Gujarat
બિઝનેસ

સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી ચમક્યું, વાંચો આજના ભાવ

સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી ચમક્યું, વાંચો આજના ભાવ
X

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવાર સવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર વાયદાનું સોનું 6 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 47,219 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તો બીજી તરફ, ચાંદી સપ્ટેમ્બર વાયદામાં 0.23 ટકાનો વધારો જોવા મળ્યો છે.

MCX પર 143 રૂપિયાના ઉછાળા સાથે સિલ્વર વાયદો 63,600 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. ગત સપ્તાહે સોનામાં હળવી રિકવરી જોવા મળી હતી. બીજી તરફ, આ રિકવરી પહેલા ગોલ્ડ ચાર મહિનાના નીચલા સ્તર 45,600 રૂપિયા પર આવી ગયું હતું. નોંધનીય છે કે, ગયા વર્ષે ગોલ્ડનો ભાવ 56,200 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો આજે સોનાનો ભાવ 1,787.90 ડૉલર પ્રતિ ઔંસ પર સ્થિર છે.

બીજી તરફ, ચાંદી 0.3 ટકાના વધારાની સાથે 23.89 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. અન્ય કિંમતી ધાતુઓમાં પ્લેટિનમ 0.1 ટકા વધીને 1,023.52 ડૉલર થઈ ગઈ છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ સામાન્ય ઘટાડાની સાથે 47,219 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે.

Next Story