આવતીકાલ સુધીમાં રિટર્ન કરો ફાઇલ, નાણાં મંત્રાલયના આદેશ,જાણો સમગ્ર મામલો..?

જો તમે પણ ટેક્સ પેયર છો તો તમારા માટે આ સમાચાર ખુબ જ જરૂરી છે. સરકારે ટેક્સ રિટર્ન ભરવાની નિયમમાં ફેરફાર કર્યો છે.

New Update

જો તમે અત્યાર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું નથી તો તાત્કાલિક ભરી દો. અત્યાર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જોકે, સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાઓ પર તારીખ ને આગળ વધારવાની માંગ ઉઠી રહી છે પરંતુ સરકારે તેની છેલ્લી તારીખ આગળ વધારવા નો ઇન્કાર કર્યો છે.

જો તમે પણ ટેક્સ પેયર છો તો તમારા માટે આ સમાચાર ખુબ જ જરૂરી છે. સરકારે ટેક્સ રિટર્ન ભરવાની નિયમમાં ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલયે વધારે લોકોને ટેક્સ બ્રેસ્ટમાં લાવવા માટે ઇનકમ ટેક્સ ફાયલિંગનો વ્યાપ વધાર્યો છે થોડા સમય પહેલા નાણા મંત્રાલયે એક નોટિસ જાહેર કરી જાણકારી આપી હતી. આ નોટિફિકેશન અનુસાર, હવે અલગ અલગ ઇન્કમ ગ્રુપ અને આવકવાળા લોકોને પણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. નવા નિયમ હેઠળ હવે વધુમાં વધુ લોકોને ટેક્સના વ્યાપમાં લાવવામાં આવી શકે છે.

આ નવા નિયમ 21 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા છે.જો કોઈ વેપારમાં વેચાણ, ટર્નઓવર અથવા ઇન્કમ 60 લાખથી વધુ છે તો કારોબારીને રિટર્ન ફાઇલ કરવું પડશે. જો કોઈ નોકરીયાત વ્યક્તિની આવક વર્ષે 10 લાખ રૂપિયાથી વધારે છે તો તેમણે પણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. TDS અને TCS ની રકમ એક વર્ષમાં જો 25,000 રૂપિયાથી વધારે છે ત્યારે પણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે.