Connect Gujarat
બિઝનેસ

શેર બજાર ખૂલતાં જ ધડામ : ગણેશ ચતુર્થીની રજા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો...

વિશ્વની બજારમાં મંદીના ભણકારા વચ્ચે ગણેશ ચતુર્થીની રજા બાદ આજે શેર બજાર ખુલ્યા તો સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થયા છે.

શેર બજાર ખૂલતાં જ ધડામ : ગણેશ ચતુર્થીની રજા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો...
X

વિશ્વની બજારમાં મંદીના ભણકારા વચ્ચે ગણેશ ચતુર્થીની રજા બાદ આજે શેર બજાર ખુલ્યા તો સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થયા છે. આ અગાઉ પરમ દિવસે બજારમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 9.16 વાગે 707.39 પોઈન્ટ તૂટીને 58829.68ના સ્તરે જોવા મળ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 200.80 પોઇન્ટ ઘટીને 17558.50ના સ્તરે જોવા મળ્યો.

આજે બજાર ખુલતાની સાથે જ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, એસબીઆઈ, TATA Cons. Prod, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ જોવા મળી રહ્યા છે, જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, એસ બી આઈ, ઇન્ડસઇન્ડ બેંકના શેર જોવા મળ્યા છે. તો નિફ્ટીમાં હિન્દાલ્કો, ઓએનજીસી, ટીસીએસ, ઈન્ફોસિસ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ શેર હાલ જોવા મળી રહ્યા છે, જ્યારે સેન્સેક્સમાં ટીસીએસ, ઈન્ફોસિસ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસીના શેર જોવા મળ્યા છે. મંગળવારે સવારે બજાર મોટા ઉછાળા સાથે ખુલ્યા અને દિવસભર ટ્રેડિંગ લીલા નિશાનમાં થતા જોવા મળ્યા. એટલું જ નહીં આ દરમિયાન તમામ સેક્ટર લીલા નિશાનમાં જોવા મળ્યા. બજાર લીલા નિશાન સાથે બંધ થયા. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 1564.45 પોઈન્ટ ચડીને 59537.07ના સ્તરે બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 446.40 પોઇન્ટ ઉછળીને 17759.30ના સ્તરે બંધ થયો.

Next Story