Connect Gujarat
બિઝનેસ

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર અચાનક સેંકડો યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા ઘટી, વાંચો કોના કોના નામ છે સામેલ...

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર અચાનક સેંકડો યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા ઘટી, વાંચો કોના કોના નામ છે સામેલ...
X

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ગત ગુરુવારે અચાનક સેંકડો યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા ઘટી જતાં લોકો આશ્વર્ય પામ્યા છે. જેમાં સામાન્ય યુઝર્સની સાથે અનેક સેલિબ્રિટી તથા નેતાઓના નામ પણ સામેલ છે.

ટ્વિટર પર એકાએક સેંકડો યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા ઘટી જવાના મામલે કંપની તરફથી આ અંગે કોઈપણ પોલિસી ઘોષિત કરવામાં નથી આવી. ઉપરાંત યુઝર્સ તરફથી ટ્વીટ્સ દ્વારા ફરિયાદ પછી પણ ફોલોઅર્સ ઘટવાનું કારણ જણાવ્યું નથી. જેથી યુઝર્સ વચ્ચે ટ્વીટર પર જ તેને લઈને ડિબેટ શરૂ થઈ છે. જોકે, યુઝર્સે કંપની પર આરોપ લગાવ્યો છે કે, ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા CEO બન્યા પછી જાણી જોઈને ફોલોઅર્સની સંખ્યા ઓછી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ વિપક્ષી દળો સાથે સંકળાયેલ અનેક નેતાઓ અને તેમના સમર્થકોએ તેને પરાગ અગ્રવાલ અને ભાજપા વચ્ચેની મિલીભગત હોવાનું પણ કહ્યું છે.

જોકે, યુઝર સતત ટ્વીટ કરીને તેની જાણકારી આપી રહ્યા છે. કહેવામાં આવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત તમામ મોટા નેતાઓના પણ ફોલોઅર્સ ખૂબ ઓછા થયા છે. સાથે જ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનના પણ ફોલોઅર્સમાં ખૂબ ઘટાડો આવ્યો છે. ફોલોઅર્સ ઘટનારાઓએ એવી પણ ફરિયાદ કરી છે કે, તેમનું એકાઉન્ટ રિસ્ટ્રિક્ટેડ કરવાનો મેસેજ આવ્યો અને ફરી વેરિફિકેશન કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ દાવો પણ કરવામાં આવ્યો કે, એકાઉન્ટ વેરિફાઈ કર્યા પછી ફોલોઅર્સની સંખ્યા આપોઆપ વધવા લાગશે. એટલે કે, ફોલોઅર્સના જેટલા એકાઉન્ટ વેરિફાઈ થશે એટલા જ ફરી ફોલોઅર્સ લિસ્ટમાં વધી જશે.

Next Story