Connect Gujarat
બિઝનેસ

જૂન મહિનાની શરૂઆતમાં આર્થિક મોરચે 5 બદલાવ આવશે, વાંચો કયા-કયા ફેરફારોનું થશે અમલીકરણ..!

1000થી 1500 સીસી એન્જિનવાળી ખાનગી કાર માટે હવે પ્રીમિયમ 3221 રૂપિયાને બદલે 3416 રૂપિયા રહેશે.

જૂન મહિનાની શરૂઆતમાં આર્થિક મોરચે 5 બદલાવ આવશે, વાંચો કયા-કયા ફેરફારોનું થશે અમલીકરણ..!
X

આજથી જૂન મહિનાની શરૂઆત થઇ રહી છે, ત્યારે દેશના ઘણા ભાગોમાં આ મહિનામાં જ ચોમાસાની શરૂઆત થવા લાગશે, ત્યારે આ વર્ષે આ મહિનો આર્થિક મોરચે પણ ઘણા ફેરફારો લઈને આવી રહ્યો છે. આ ફેરફારોના અમલીકરણથી તમારા ઘણા નાણાંકીય કામ કરવાની રીત બદલાશે.

જૂન મહિનાની શરૂઆતથી થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ તમારા માટે વધુ મોંઘું થવાનું છે. કારણ કે, સરકારે વાહનોની વિવિધ કેટેગરી માટે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમમાં વધારો કર્યો છે. 1000 સીસી એન્જિન ક્ષમતા ધરાવતી ખાનગી કાર માટે હવે પ્રીમિયમ 2072 રૂપિયાની સરખામણીએ 2094 રૂપિયા હશે. 1000થી 1500 સીસી એન્જિનવાળી ખાનગી કાર માટે હવે પ્રીમિયમ 3221 રૂપિયાને બદલે 3416 રૂપિયા રહેશે.

એ જ રીતે, 150થી 350 સીસી સુધીના દ્વિચક્રી વાહનનું પ્રીમિયમ 1366 રૂપિયા હશે, જ્યારે 350 સીસીથી વધુના ટુ વ્હીલર માટે આ રેટ 2804 રૂપિયા હશે. તો સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આજથી હોમ લોન EMI મોંઘી કરવા જઈ રહી છે. SBIએ તેના હોમ લોન-લિંક્ડ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)ને 40 બેસિસ પોઇન્ટ વધારીને 7.05 ટકા કર્યો છે, જ્યારે રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 6.65 ટકા+CRP હશે. SBIની વેબસાઈટ અનુસાર, આવેલા વ્યાજદરો તા. 1 જૂન, 2022થી લાગુ થશે. ખાનગી ક્ષેત્રની બેન્ક એક્સિસ બેન્કે બેન્ક ખાતામાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સની મર્યાદામાં વધારો કર્યો છે. સરળ બચત અને પગાર જેવા બચત ખાતામાં લઘુત્તમ ખાતાની બેલેન્સ મર્યાદા રૂ. 15,000થી વધારીને રૂ. 25,000 કરવામાં આવી છે. અથવા તો રૂ. 1 લાખની મુદતની થાપણ જાળવવામાં આવી છે.

Next Story