CBSE બોર્ડ ધોરણ ૧૦નું પરિણામ આવતી કાલે થશે જાહેર

New Update
CBSE બોર્ડ ધોરણ ૧૦નું પરિણામ આવતી કાલે થશે જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના 10માં ધોરણનું પરિણામ આવતી કાલે જાહેર કરવામાં આવશે. 12માની જેમ જ અચાનક પરિણામ જાહેર કરીને ચોંકાવનારા સમાચાર કેન્દ્રીય મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંક અને CBSEના પ્રવક્તાએ આપ્યા છે. તેઓએ જણાવ્યું કે, 10મા ધોરણનું પરિણામ 14 જુલાઈએ એટલે કે આજે જાહેર કરવામાં નહીં આવે. પરિણામ આવતીકાલે, 15 જુલાઈએ જાહેર થવાની સંભાવના છે.

આ અગાઉ કોર્ટના આદેશ બાદ CBSEએ જાણકારી આપી હતી કે, બોર્ડના પરિણામ 15 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ ક્રમમાં 12મા ધોરણનું પરિણામ 13 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું. 10માની પરિક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે.