Connect Gujarat
Featured

CBSEએ ધો.10-12ની બાકી રહેલા વિષયોની પરીક્ષાની તારીખ કરી જાહેર

CBSEએ ધો.10-12ની બાકી રહેલા વિષયોની પરીક્ષાની તારીખ કરી જાહેર
X

સીબીએસઇએ સોમવારે ધો.10-12ની બાકી રહેલા વિષયોની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમો વચ્ચે તા. 1થી 15 જુલાઈ દરમિયાન યોજાશે. તમામ પરીક્ષાનો સમય સવારે 10.30થી બપોરે 1.30 સુધીનો રહેશે.


કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલે ટ્વિટ કરી કહ્યું કે 25 માર્ચથી લૉકડાઉન લાગુ થતા આ પરીક્ષા સ્થગિત થઈ ગઈ હતી. ધો. 10ની પરીક્ષા માત્ર ઉત્તર પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે યોજાશે. જ્યારે ધો. 12ની પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે યોજાશે. તમામ વિદ્યાર્થીઓએ સેનેટાઈઝર લઈને પરીક્ષઆ આપવા જવું પડશે. આ સાથે જ માસ્ક પણ પહેરવું અનિવાર્ય હશે. કોઈ બાળક બીમાર ન પડે તેનું વાલીએ ધ્યાન રાખવું પડશે. વર્ગમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે.


સમગ્ર દેશમાં 1 જુલાઈએ સોશિયલ સાયન્સની પરીક્ષા યોજાશે. બીજા દિવસે હિન્દીના બંને કોર્ષની પરીક્ષા યોજાશે. બિઝનેસ સ્ટડીની પરીક્ષા 9 જુલાઈએ, બાયો ટેકનોલોજી 10 જુલાઈએ, ભૂગોળ 11 જુલાઈએ અને સોશિયોલોજી 13 જુલાઈએ યોજાશે. ધો. 10ની પરીક્ષા પણ 1 જુલાઈએ સોશિયલ સાયન્સના વિષય સાથે શરૂ થશે.

Next Story