• ગુજરાતમાં વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રા

  • વિકાસ સપ્તાહની ઉજવણીની કરવામાં આવી શરૂઆત

  • નરેન્દ્ર મોદી 7 OCT 2001ના દિવસે 14મા મુખ્યમંત્રી બન્યા હતા

  • વિકાસ સપ્તાહની 15 ઓક્ટોબર સુધી કરવામાં આવશે ઉજવણી

  • નાગરિકોને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં જોડાવા માટે કરાઈ અપીલ     

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર2001ના દિવસે ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસયાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતે સર્વગ્રાહી અને વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

આ વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલરાજ્ય મંત્રીમંડળમુખ્ય સચિવ પંકજ જોષી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. આ પ્રતિજ્ઞામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મનવચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રતિજ્ઞામાં દેશના સર્વાંગી વિકાસસંસાધનોનો યોગ્ય ઉપયોગબંધારણીય મૂલ્યોનું જતનએકતા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. આ પ્રતિજ્ઞામાં “રાષ્ટ્ર પ્રથમ” અને “હર ઘર સ્વદેશીઘર ઘર સ્વદેશી” જેવા મંત્રોને જીવનમંત્ર બનાવવાની વાત કરવામાં આવી છે.

ખાસ વાત એ છે કેગુજરાતના નાગરિકો પણ આ ભારત વિકાસ પ્રતિજ્ઞામાં જોડાઈ શકે છે. આ માટે સરકારે https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કર્યું છેજ્યાં ઓનલાઇન પ્રતિજ્ઞા લઈને તમે સર્ટિફિકેટ પણ મેળવી શકો છો.