Connect Gujarat
Featured

આણંદ : ચારુસેટ સંલગ્ન CMPICAમાં ‘મશીન લર્નિંગ ઇન ઇમેજ પ્રોસેસિંગ’ વિશે વર્કશોપ યોજાયો

આણંદ : ચારુસેટ સંલગ્ન CMPICAમાં ‘મશીન લર્નિંગ ઇન ઇમેજ પ્રોસેસિંગ’ વિશે વર્કશોપ યોજાયો
X

56 ફેકલ્ટી-વિદ્યાર્થીઓએ ભાગ લીધો

આણંદ જિલ્લાના ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સીટી સંલગ્ન શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (CMPICA) દ્વારા તાજેતરમાં મશીન લર્નિંગ ઇન ઇમેજ પ્રોસેસિંગ વિશે ગુજકોસ્ટ અને DST સ્પોન્સર્ડ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં 56થી વધુ ફેકલ્ટી- વિદ્યાર્થીઓએ CE, IT, EC, MCA, BCA, B.Sc.(IT), M.Sc. (IT) સહિતની વિવિધ શાખાઓમાંથી ભાગ લીધો હતો.

સમગ્ર વર્કશોપમાં પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા ઇમેજ પ્રોસેસિંગનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતું. વર્કશોપના પ્રથમ દિવસે ઇમેજ પ્રોસેસિંગમાં મશીન લર્નિંગ કોન્સેપ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો, પ્રેક્ટિકલ સાથે ઇમેજ પ્રોસેસિંગ ટાસ્ક પરફોર્મ કરવા MATLAB ટુલ નો ઉપયોગ કરવો વગેરે વિષે શીખવાડવામાં આવ્યું હતું. બીજા દિવસે ડીપ લર્નિંગ ઈન્ટ્રોકશન, CNN વિશે વિગતવાર માહિતી, પાયથોન લેન્ગ્વેજના ઉપયોગથી CNNના વપરાશથી એપ્લીકેશનનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

સુરતના SCETના ડીન અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રો. ડો. ચિરાગ પાનવાલાએ બેઝિક ઓફ ઇમેજ પ્રોસેસિંગ ફંડામેન્ટલ્સનો વિગતવાર પરિચય કરાવ્યો હતો. જેમાં ઈમેજની વ્યાખ્યા, ઇમેજ પ્રોસેસિંગ ટાસ્ક, ઇમેજ ક્લાસિફિકેશન મિકેનિઝમનો સમાવેશ થતો હતો. તો વડોદરાના સિગ્મા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના કોમ્પ્યુટર એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટના વડા ડો. શેષનાગ દેગડવાલાએ ઇમેજ પ્રોસેસિંગ ટાસ્કનું નિદર્શન કર્યું હતું જેમાં MATLAB ટુલનો ઉપયોગ કરી પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે ડિસ્પ્લે ઇમેજ, પ્રિ પ્રોસેસિંગ ઓફ ઇમેજ, ઇમેજ સેગ્મેન્ટેશન, ક્લાસિફિકેશનનો સમાવેશ થતો હતો.

સુરતના SCETના કોમ્પ્યુટર એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટના પ્રો. મયુરી મહેતાએ ડીપ લર્નિંગમાં CNN, વિવિધ એપ્લિકેશન (ક્લિનિકલ ક્લાસિફિકેશન ઓફ ડ્રાય આઈ, ડીપ લર્નિંગના ઉપયોગથી નવજાત શિશુમાં હાઇપોથીરોઈડીઝમનું વેળાસર નિદાન વગેરે માહિતી અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન વિષે વિગતવાર માહિતી આપી હતી. તો સાથે જ સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ડીન (કોમ્પ્યુટર ફેકલ્ટી) ડો. સ્નેહલ દેસાઇએ CNN વિશે માહિતી આપી હતી અને ડીપ લર્નિંગમાં ઉપલબ્ધ લાઇબ્રેરીનો ઉપયોગ કરવો તેનો પરીચય કરાવ્યો હતો. તેમણે પ્રેકટિકલ ઇપ્લીમેન્ટેશન સાથે છાતીના એક્સ-રે વર્ગીકરણ અને સ્કીન કેન્સર નિદાન જેવી વિવિધ એપ્લીકેશન દર્શાવી હતી.

આ વર્કશોપનો મુખ્ય હેતુ ઇમેજ પ્રોસેસિંગ ફંડામેન્ટલ્સ વિશે અને ઇમેજ પ્રોસેસિંગ ટાસ્ક પરફોર્મ કરવા ડીપ લર્નિંગ મેથડોલોજી અને મશીન લર્નિંગના ઉપયોગ વિશે ડેલિગેટ્સને માહિતગાર કરાવવાનો હતો. આ વર્કશોપના કો-ઓર્ડિનેટર CMPICAના પ્રો. ડો. ધર્મેન્દ્ર પટેલ અને આસિસ્ટન્ટ પ્રોફેસર નીલમ દેસાઇ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં CMPICAમાં MCA, MCA Lateral, BCA, B.Sc.(IT), M.Sc. (IT), અને Ph.D. સહિત વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે જેમાં 1000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Next Story