• કચ્છ જીલ્લામાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચાર

  • ભુજ-દયાપર વિસ્તારમાં CMનો ઝંઝાવાતી પ્રવાસ

  • દયાપરમાં મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધન કર્યું

  • ભૂકંપ બાદ કચ્છ વિકાસની નવી ઊંચાઈએ : CM

  • નર્મદાનું પાણી કચ્છના ખૂણે-ખૂણે પહોંચ્યું : મુખ્યમંત્રી 

કચ્છમાં વિકાસની નવી ઊંચાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચૂંટણીના પ્રચાર માટે કચ્છના ભુજ અને દયાપર વિસ્તારમાં ઝંઝાવાતી પ્રવાસ કર્યો હતો. દયાપર ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે2001ના વિનાશક ધરતીકંપ બાદ કચ્છ જે પ્રકારે બેઠું થઈને વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છેતે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું કેઅમે નર્મદાનું પાણી કચ્છના ખૂણે-ખૂણે પહોંચાડવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. વર્ષોથી પાણીની તંગી વેઠતા કચ્છના સરહદી વિસ્તારોમાં હવે નર્મદાના નીર પહોંચતા ખેતી અને પશુપાલનને નવું જીવન મળ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ કચ્છના જટિલ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું પણ મુખ્યમંત્રીએ મંચ પરથી જણાવાયું હતું.